VIDEO: મુકુલ રોયના નિવેદનથી પ.બંગાળમાં ખળભળાટ, કર્ણાટક-ગોવા જેવા થશે હાલ?

ગોવામાં જ્યાં કોંગ્રેસના 10 ધારાસભ્યો ભાજપની પડખે જતા રહ્યાં છે ત્યાં કર્ણાટકમાં પણ કોંગ્રેસ અને જેડીએસના અનેક ધારાસભ્યો રાજીનામા આપીને એચડી કુમારસ્વામીની સરકારને મુશ્કેલીમાં નાખી રહ્યાં છે. આ બધા વચ્ચે ભાજપના દિગ્ગજ નેતા મુકુલ રોયે શનિવારે આપેલા એક નિવેદનથી પશ્ચિમ બંગાળમાં ખળભળાટ મચી ગયો છે.

VIDEO: મુકુલ રોયના નિવેદનથી પ.બંગાળમાં ખળભળાટ, કર્ણાટક-ગોવા જેવા થશે હાલ?

કોલકાતા: ગોવામાં જ્યાં કોંગ્રેસના 10 ધારાસભ્યો ભાજપની પડખે જતા રહ્યાં છે ત્યાં કર્ણાટકમાં પણ કોંગ્રેસ અને જેડીએસના અનેક ધારાસભ્યો રાજીનામા આપીને એચડી કુમારસ્વામીની સરકારને મુશ્કેલીમાં નાખી રહ્યાં છે. આ બધા વચ્ચે ભાજપના દિગ્ગજ નેતા મુકુલ રોયે શનિવારે આપેલા એક નિવેદનથી પશ્ચિમ બંગાળમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપના નેતા મુકુલ રોયે દાવો  કરતા કહ્યું કે કોંગ્રેસ, સીપીઆઈ-એમ અને સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના કુલ 107 ધારાસભ્યો ભાજપમાં સામેલ થશે. જો મુકુલ રોયનું આ નિવેદન સાચું ઠરશે તો મમતા બેનરજીની સરકાર પર સંકટના વાદળો છવાઈ શકે છે. એટલે કે પશ્ચિમ બંગાળમાં પણ ગોવા અને કર્ણાટક જેવી સ્થિતિ પેદા થઈ શકે છે. 

વધુ વિગતો માટે જુઓ વીડિયો

અત્રે જણાવવાનું કે ગોવામાં ભાજપ ઓછી બેઠકો જીતીને પણ જોડતોડની મદદથી સરકાર બનાવવામાં સફળ રહી છે. જ્યારે કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસનું ગઠબંધન થઈ જતા ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવવા છતાં સરકાર બનાવી શકી નહીં. 

હવે મુકુલ રોયે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે 'ઓછામાં ઓછા 107 એમએલએ કે જેઓ સીપીઆઈ (એમ), કોંગ્રેસ તથા તૃણમૂલ કોંગ્રેસના સભ્ય છે તેઓ ભાજપમાં સામેલ થશે.' જો કે તેમણે નેતાઓના પક્ષ પલટાનો કોઈ નિર્ધારિત સમય કે તે ધારાસભ્યોના નામ અંગે કોઈ ખુલાસો કર્યો નથી. 

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ભારે બહુમત મળ્યો. ત્યારબાદ તૃણમૂલ કોંગ્રેસના પાંચ ધારાસભ્યો, જેમાં મુકુલના પુત્ર સુભ્રાંશુ રોય (બીજાપુરના ધારાસભ્ય), પણ સામેલ છે. તેઓ ભાજપમાં આવી ગયાં. જ્યારે 60થી વધુ કોર્પોરેટરો પણ ભાજપમાં સામેલ થયાં. 

જુઓ LIVE TV

ભાજપમાં સામેલ થનારા તૃણમૂલ કોંગ્રેસના ચાર અન્ય ધારાસભ્યો નોઆપારાથી સુનીલ સિંહ, બોંગનથી બિશ્વજીત દાસ, લાબપુરથી મનીરુલ ઈસ્લામ અને કલચીની વિધાનસભા સીટથી વિલ્સન ચંપ્રામરી સામેલ છે. આ ઉપરાંત બે અન્ય ધારાસભ્યો કોંગ્રેસના તુષારકાંતિ ભટ્ટાચાર્ય અને સીપીઆઈ-એમના દેબેન્દ્રનાથ રોય પણ ભાજપમાં સામેલ થયાં.  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news